Wednesday, November 13, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં વનસ્ટોપ સેન્ટરની સંખ્યા પર્યાપ્ત પરંતુ મહિલા આશ્રય કેન્દ્રોની સંખ્યા ખૂબ ઓછી

દેશમાં વનસ્ટોપ સેન્ટરની સંખ્યા પર્યાપ્ત પરંતુ મહિલા આશ્રય કેન્દ્રોની સંખ્યા ખૂબ ઓછી

- Advertisement -

આખા દેશને હચમચાવી દેનારા નિર્ભયા દુષ્કર્મ કેસને ભલે એક દસકો ગુજરી ગયો હોય પરંતુ મહિલા સુરક્ષાને લઈને કરાયેલા ઉપાયોના ખર્ચના આંકડા ચિંતાજનક છે. આ દાવો વૈશ્વિક સ્તરે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ઓક્સફામે કર્યો છે. આ સંસ્થાના તાજા અહેવાલમાં કહેવાયું છે કે દિલ્હીમાં ચાલતી બસમાં થયેલી ખૌફનાક ઘટના પછી હેલ્પલાઈન, ક્રાઈસીસ સેન્ટરોને લઈને નિર્ભયા ફંડ બનાવાયું. આ પગલાં પછી પણ દેશમાં દર 15 મિનિટે એક મહિલા સાથે દુષ્કર્મ થાય છે.

- Advertisement -

આ સંસ્થાના જેન્ડર જસ્ટિસના વડા અને નિષ્ણાત અમિતા પિત્રેએ કહ્યું કે ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષથી પ્રતિ મહિલા સુરક્ષા પાછળ સરેરાશ રૂ. 30નો ખર્ચ થાય છે. આશરે આઠ કરોડ મહિલા કે પુત્રીઓ યૌનહિંસાનો સામનો કરી રહી છે. તેમની સુરક્ષા માટે મહિલા દીઠ માંડ રૂ. 102નો ખર્ચ કરાય છે. આ રકમ ના બરાબર છે. કોરોના મહામારીના કારણે દેશમાં મહિલાઓ સાથે હિંસા અને બેકારીના કેસ વધી ગયા છે. આમ છતાં, મહિલાઓને લઈને સરકારે 2021-22ના બજેટમાં મામૂલી વધારો કર્યો છે.

સરકારે વર્ષો પહેલાં નિર્ભયા ફંડ જરૂર બનાવ્યું, પરંતુ આ ફંડ દેશની 130 કરોડમાંથી અડધી વસતી માટે ઓછું છે. તેનાથી દુષ્કર્મો રોકવાનું લક્ષ્ય પૂરું નહીં થાય. આ ભંડોળમાંથી મળેલા પૈસામાંથી રાજ્યોએ ફોરેન્સિક લેબને સુસજ્જ કરી, ઈમર્જન્સી રિસ્પોન્સ સર્વિસમાં સુધારો કર્યો, પરંતુ તેનાથી મહિલાઓને ખાસ કોઈ ફાયદો થયો નથી.

- Advertisement -

સરકારી ગુનાખોરી ડેટા પ્રમાણે, દેશમાં 2018માં દુષ્કર્મના 34 હજાર કેસ નોંધાયા. આ પહેલાં પણ એક વર્ષમાં ઘણા ઓછા કેસ સામે આવ્યા હતા. આ પૈકી 85% કેસમાં આરોપ ઘડાયા હતા, પરંતુ સજા ફક્ત 27%ને થઈ. દેશમાં હાલ મહિલાઓને તુરંત મદદ માટે 600 વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર છે. એસોસિયેશન ઓફ એડવોકેસી એન્ડ લીગલ ઈનિશિયેટિવના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રેણુ મિશ્રા કહે છે કે પીડિત મહિલાઓને થોડા સમય માટે રાખવાનાં કેન્દ્રો ખૂબ ઓછાં છે. આવાં કેન્દ્રોમાં જરૂરિયાતમંદ મહિલાઓની સંખ્યા હજારોમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular