તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. ગત 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 50 હજારને વટાવી ગયો છે. આ વિનાશક ભૂકંપમાં તુર્કી અને સીરિયાની અનેક ઈમારતો નાશ પામી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં એકલા તુર્કીમાં 44,218 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં મૃત્યુઆંક 5,914 છે. આ ઉપરાંત 1 લાખ 60 હજારથી વધુ ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. તુર્કી અને સીરિયાના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. એક જ ઝાટકે હજારો જીવન નાશ પામ્યા. તુર્કીમાં ભૂકંપનો સિલસિલો ચાલુ છે. બે દિવસ પહેલા 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ વિનાશક ભૂકંપમાં કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા અને બચાવની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. ભૂકંપથી પ્રભાવિત 11માંથી નવ પ્રાંતોમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ અનેક લોકોના જીવ નાશ પામ્યા હતા. આ વિનાશક ભૂકંપમાં અનેક લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું તો ઘણા પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં મૃત્યુ પામ્યા છે.હસતા હસતા હજારો પરિવારો થોડી જ સેક્ધડોમાં નાશ પામ્યા હતા.