કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં વસ્તી ગણતરીને લઇને આજે આસામના અમીનગાવમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. અહીં તેઓએ વસ્તી ગણતરી કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આગામી વસ્તી ગણતરી ઇ-વસ્તી ગણતરી હશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હતું કે દેશમાં હવેની વસ્તી ગણતરી આગામી 25 વર્ષની નીતિઓને આકાર આપશે.
અમિત શાહે જણાવ્યું કે આવો સોફ્ટવેર લોન્ચ થશે ત્યારે હું અને મારો પરિવાર સૌ પ્રથમ તેમાં ઓનલાઈન તમામ વિગતો ભરીશું. ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરીને વધુ સરળ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આગામી વસ્તી ગણતરી ઈ-વસ્તી ગણતરી હશે, જે 100% સાચી વસ્તી ગણતરી હશે.
તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 2024 સુધીમાં દેશમાં તમામ જન્મ અને મૃત્યુને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે જે આપમેળે અપડેટ થઈ જશે. જન્મ અને મૃત્યુ રજીસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે. 2024 સુધીમાં, દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે જેનો અર્થ છે કે આપણી વસ્તી ગણતરી આપમેળે અપડેટ થઈ જશે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિના જન્મ પછી, વિગતો વસ્તી ગણતરીના રજિસ્ટરમાં ઉમેરવામાં આવશે અને તે/તેણી 18 વર્ષનો થાય પછી, નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે અને મૃત્યુ પછી, નામ કાઢી નાખવામાં આવશે. નામ/સરનામામાં ફેરફાર સરળ રહેશે, તે બધું લિંક થઈ જશે.