ભારતમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન જાહેર કરાયું હતું. જે અંતર્ગત જામનગરની જી. જી. હોસ્પિટલના ધ ટે્રનેડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા લોકલ યુનિટ અને નર્સિંગ અધિક્ષક કચેરી દ્વારા જામનગરના જી. જી. હોસ્પિટલના તમામ નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું અને નર્સિંગ કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક તથા નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો.