ભારતના ઇતિહાસમાં 14 જુલાઇ-2023ની તારીખ નોંધાઇ ગઇ છે. ગઇકાલે આખી દુનિયાની નજર ભારતના મિશન ચંદ્રયાન-3 પર મંડરાયેલી હતી. જ્યારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ચંદ્રયાન-3નું સફળ પ્રેક્ષેપણ થયું હતું. આ મિશનની શરુઆતના પગલાંની સફળતામાં ક્યાંકને ક્યાં જામનગરનું નામ પણ જોડાયું છે. આ મશિનના પાર્ટસ બનાવવા માટે જરુરી મશિન જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રા. લિ. કંપનીએ બનાવ્યું છે.
જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રા. લિ. કંપનીએ જામનગરનું ગૌરવ સમાન છે. આ કંપની દ્વારા દેશના ઘણા ખરા મિશનમાં મશિનરી પુરી પાડવામાં આવે છે. કંપનીના મેનેજિંગ ડાયરેકટર સરદારસિંહ લાલુભા જાડેજાએ આ ક્ષેત્રે ઘણાં અચિવમેન્ટસ મેળવ્યા છે. 2007માં ભારતી આંતપ્રિનોર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમને વોકેશનલ ટ્રેનિંગ (આઇટીઆઇ)ના નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા હતાંઢ જે જામનગર માટે ગૌરવની વાત છે.
આજે સરદારસિંહ જાડેજાએ મોટાભાઇ તરીકે લોકોમાં જાણીતા છે અને આઠ જુદી જુદી કંપનીના માલિક છે અને આશરે 450 ઉપરના લોકોને રોજગાર પુરી પાડી છે. તેમણે જર્મની, જાપાન અને ઇટાલી જેવા બીજા દેશો સાથે પણ કામ કરી રહ્યાં છે.
ગીતા મશિન ટુલ્સ પ્રા. લિ. કંપનીના યુનિટમાં ખાસ સીએનસી સ્પેશ્યલ પર્પઝ મશીન બનાવાયું હતું. જેના ઘણા ખરા પાર્ટસને જર્મની, જાપાનથી ઇમ્પોર્ટ કરાયા છે. જ્યારે ઘણા ખરાભાગોને અહીં બનાવાયા છે. આશરે 90 ટન વજનનો આ મશીનરી બની હતી. જે બનવા પાછળ આશરે 8 મહિના જેટલો સમય લાગ્યો હતો અને 25 થી 30 કારીગરોએ સતત કામ કરીને આ મશીન તૈયાર કર્યું હતું. આ મશીનને હૈદ્રાબાદ સુધી પહોંચાડવા માટે મશીનને છુટુ કરી 9 ટ્રકમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં કંપનીના બે કર્મચારીઓની ટીમ હૈદ્રાબાદ ગઇ હતી અને મશીન ફિટ કરી એપ્રુવ કરાવ્યું હતું.
આમ, જામનગરની આ કંપનીનું નામ પણ ભારતના ઇતિહાસ સાથે જોડાઇ મિશન ચંદ્રયાન-3 સાથે જોડાઇ ગયું છે. જે દરેક જામનગરી માટે એક ગૌરવની વાત છે.


