Sunday, December 22, 2024
Homeરાજ્યમાતાએ દીકરાને મેસેજ કરીને કહ્યુ હતું, “મને બચાવી લે મારાથી વાત નહી...

માતાએ દીકરાને મેસેજ કરીને કહ્યુ હતું, “મને બચાવી લે મારાથી વાત નહી થાય”, ને અંતે મૃતદેહ મળ્યો

- Advertisement -

ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના બોડવા ગામે ગામ પંચાયતના મહિલાની હત્યાથી અરેરાટી મચી જવા પામી છે. ગઈકાલ સાંજથી ગાયબ થયેલ મૃતક મહિલાનો આજે વહેલી સવારે ખેતર માંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના શરીર પર છરીના ઘા મળી આવતા મહિલાની હત્યા થઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

કોડીનાર તાલુકા ના બોડવા ગામ ના મહિલા સદસ્ય નંદુબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ.45)આસપાસ ના વિસ્તારોમાં મજૂરી માટે મજૂરો પુરા પાડવાનું કામ કરતા હોય ગઈકાલે સાંજે 7 કલાકે વાડીએ મજૂરી કામ માટે ગયા બાદ ગાયબ થઈ જતા વારે ગામ નજીક ખેતરમાંથી નંદુબેનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે નંદુબેન ના શરીરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવતા તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

મૃતક મહિલાના મોબાઈલ માંથી તેના દીકરાને મેસેજ આવ્યો હતો કે બાબુ મને બચાવી લે, મારાથી વાત નહી થાય. સૌથી નવાઈની વાત તોએ છે કે મહિલાને લખતા જ નહોતું આવડતું અને તેના મોબાઈલ માંથી ગુજરાતી ભાષામાં મને બચાવી લે મારાથી વાત નહી થાય નો મેસેજ મળ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. અને પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular