ઉત્તરપ્રદેશના બરેલી માંથી એક અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના મટકાપુર ગામમાં સગી જનેતાએ જ પોતાની 6 મહિનાની દીકરી અને 2વર્ષના પુત્રની ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. તેના પતિએ પૂછ્યું તો તેણીએ કહ્યું કે દુર્ગા માતા મને સપનામાં આવ્યા હતા અને કહ્યું કે બાળકોને મારી નાખ. માટે તેણીએ સવારે બન્ને બાળકોના ગળા દબાવી મારી નાંખ્યા.
આ મહિલાનું નામ જયંતિ છે. તેનો પતિ બેટૂ ગંગવાર દારુનો બંધાણી હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બેટૂ તેના પિતાના ઘરે જતો રહ્યો હતો. સવારે જ્યારે તે ઘરે આવ્યો તો બન્ને બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. પતિએ પૂછ્યું ઓ તેણીએ માતાજી સપનામાં આવ્યા હોય અને બાળકોની હત્યા કરવાનું કહેતા બન્નેની હત્યા કરી નાખી તેમ જણાવ્યું હતું. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહચ્યો હતો અને મહિલા વિરુધ હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ જયંતિનું માનસિક સંતુલન પણ ઠીક નથી.