દુબઈ તેની ગગનચુંબી ઈમારતો અને સુંદર ઈમારતો માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. હવે આ શહેરની સુંદરતામાં વધુ વધારો કરવા માટે દુબઈએ ચંદ્રને ધરતી પર લાવવાનો નિર્ણય કર્યો છે. ખરેખર, દુબઈમાં એક વિશાળ મૂન રિસોર્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ચંદ્ર જેવી ઇમારત બનાવવામાં આવશે. બાદમાં તેને રિસોર્ટમાં ફેરવવામાં આવશે. અરેબિયન બિઝનેસના રિપોર્ટ અનુસાર, કેનેડિયન આર્કિટેક્ચર કંપની મૂન વર્લ્ડ રિસોર્ટ્સ અનુસાર, આ પ્રોજેક્ટના નિર્માણમાં પ બિલિયન (લગભગ 40 હજાર કરોડ રૂપિયા)નો ખર્ચ થવાની સંભાવના છે. 1717ના સાન્દ્રા મેથ્યુસ અને માઈકલ હેન્ડરસને જણાવ્યું હતું કે 48 મહિનામાં રિસોર્ટ બનાવવાનું લક્ષ્ય છે. તે લગભગ 735 ફૂટ (225 મીટર) ઊચું હશે. તેમાં સ્કાય વિલા નામના ખાનગી રહેઠાણો પણ બનાવવામાં આવશે. આ વેચાણ માટે ઉપલબ્ધ હશે. તેમણે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ક્ષેત્રમાં આ સૌથી મોટો અને સૌથી સફળ આધુનિક પ્રવાસન પ્રોજેક્ટ સાબિત થશે. તેનાથી દુબઈની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા બમણી થવાની ધારણા છે.
ચંદ્ર આકારના મેગા-રિસોર્ટમાં આધુનિક સુવિધાઓ સાથે નાઈટ ક્લબ અને વેલનેસ સેન્ટર પણ હશે. એવી અપેક્ષા છે કે દર વર્ષે 2.5 મિલિયન પ્રવાસીઓ આ મૂન રિસોર્ટની મુલાકાત લેશે.
આ માટે રિસોર્ટના બિલ્ડિંગને વિશાળ કદ આપવામાં આવશે. ચંદ્ર જેવા ગોળાનો પરિઘ 622 મીટર બનાવવાનું આયોજન છે. તે એક વર્ષમાં 1.5 અબજ યુરો (રૂ.13 હજાર કરોડ)થી વધુની કમાણી કરે તેવી અપેક્ષા છે. રિસોર્ટમાં, મહેમાનો મૂન શટલમાં બેસીને નજારોનો આનંદ માણી શકશે. આ મૂન શટલ લોકોને રિસોર્ટની આસપાસ ટ્રેક પર લઈ જઈ શકશે. ટ્રેકને રિસોર્ટના સ્ટ્રક્ચરની મધ્યમાં ગોળાકાર આકારમાં બનાવવામાં આવશે. રિસોર્ટની ટોચની માળનો 23 ટકા કેસિનો માટે, 9 ટકા નાઇટક્લબ માટે અને ચાર ટકા રેસ્ટોરાં માટે આપવામાં આવશે.