સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધારે વરસાદની આગાહી વચ્ચે, ભારતીય હવામાન વિભાગે બુધવારે આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં એકંદર મોસમી વરસાદ (જૂન-સપ્ટેમ્બર) સામાન્યથી ઓછો થવાની શકયતા છે.
ભારતીય હવામાન વિભાગે જૂનમાં દેશ માટે ’સામાન્ય’ ચોમાસાની આગાહી 101% રહેવાની કરી હતી.
ઓગસ્ટમાં 24.1 ટકા જેટલા વરસાદની ભારે અછતના કારણે એલપીના લગભગ 96 ટકા પર ’સામાન્યથી ઓછો’ તરીકે અપડેટ કરીને તેની અગાઉની આગાહીને સુધારવાની ફરજ પડી હતી.
જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન એકત્રિત મોસમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે, જયારે તે લાંબાગાળાની સરેરાશના 96-104% પડે છે. 1961-2010ના સમયગાળા માટે સમગ્ર દેશમાં મોસમી વરસાદનો એલપીએ 880 મીમી છે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ જો કે તારણહાર બની શકે છે કારણ કે આઈએમડીના નવ વિકસિત મલ્ટી-મોડેલ એન્સેમ્બલ આધારિત આગાહી પ્રણાલી દર્શાવે છે કે, સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શકયતા છે. 1961-2010ના ડેટાના આધારે સપ્ટેમ્બર દરમિયાન વરસાદની લાંબાગાળાની એવરેજ આશરે 170 મીમી છે.
આગાહી દર્શાવે છે કે, દેશના મધ્યભાગમાં આ મહિને વરસાદ વધવાની શકયતા છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત તેમજ દ્વીપકલ્પ ભારતના દક્ષેણ ભાગમાં ’સામાન્ય ઓછો’ વરસાદ જોવા મળી શકે છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં સ્થિતિ જો કે, વધારે નિરાશાજનક હોઈ શકે છે અને ’સામાન્યથી ઓછા’ની શ્રેણીમાં આવી શકે છે, જે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાનના ’સામાન્યથી વધારે’ હોવા છતાં સમગ્ર ચોમાસાને ’સામાન્યથી ઓછા’ તરફ ખેંચી શકે છે.
ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને ઓડિશામાં વરસાદની અછત યથાવત રહી શકે છે, જેના કારણે આ વિસ્તારો દુષ્કાળની સ્થિતિમાં આવી શકે છે.


