Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલબત્તી સમાન કિસ્સો, રોકાણકારો ચેતજો...

લાલબત્તી સમાન કિસ્સો, રોકાણકારો ચેતજો…

ફોરેક્સ કરન્સીમાં ઉંચા વળતરની લાલચે નાણા ખંખેરતી ગેંગનો સૂત્રધાર ઝડપાયો

- Advertisement -

દેશભરમાં કરોડો લોકો રોકાણ કરતાં હોય છે. આવા રોકાણકારોને ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના નામે ઉંચુ વળતર આપવાની લાલચ આપી એપ્લિકેશન બનાવી રોકાણકારો પાસેથી નાણા ખંખેરતી ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર સાયબર ક્રાઇમે સુરતમાંથી દબોચી લઇ તપાસ હાથ ધરતાં આ ગુનામાં વધુ છ શખ્સોની સંડોવણી ખુલી હતી.

- Advertisement -

છેતરપીંડીના નવતર કિસ્સાની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં ઉચ્ચ શિક્ષિત યુવાનને ફોરેક્સ કંપનીના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી તેઓની કંપની ઓટો ટ્રેડિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે. આ કંપનીમાં ઇન્વેસ્ટ કરનારને સમય કાઢયા વગર ફકત પૈસા ઇન્વેસ્ટ કરવાથી કંપની ફોરેકસમાં ઇન્વેસ્ટ કરે છે. જેના કારણે રોકાણકારને દરરોજ 4 થી 5 ટકાનું ઉંચુ રિટર્ન મળે છે. આમ, વિશ્ર્વાસમાં લઇ યુવાનને ફોરેકસ કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ખાતુ ખોલાવી કટકે-કટકે બે એકાઉન્ટમાંથી રૂા. 9,19,125ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. આ સાયબર ક્રાઇમ અંગે ભોગ બનનાર યુવાને જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ તથા સ્ટાફના જેસાભાઇ ડાંગરના એનાલિસિસના આધારે હેકો પ્રણવ વસરા, પોકો કારુભાઇ વસરા, જેસાભાઇ ડાંગર સહિતના સ્ટાફે તપાસ આરંભી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ વર્ષના ટેકનિકલ એનાલિસીસ અને તપાસના અંતે વિવિધ માહિતીઓ એકત્રિત કરી ખરાઇ કર્યા બાદ આ છેતરપીંડીનો મુખ્ય સૂત્રધાર સુરતમાં હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન સુરતના રાંદેરમાં જેનાબ હોસ્પિટલની બાજુમાં 604, અમઝા એપાર્ટમેન્ટમાં રહેતા આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા નામના શખ્સને ઝડપી લીધો હતો. જામનગર લઇ આવી પૂછપરછ હાથ ધરાતાં આ ગેંગ દ્વારા ફોરેન કરન્સીમાં રોકાણના નામે લોકોને છેતરતાં હોવાનું ખુલ્યું હતું. તેમજ ગેંગ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભું કરી વોટ્સએપ તથા ફોન પર ફોરેન કરન્સી કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી રોકાણકારોને ભોળવી, વિશ્ર્વાસમાં લઇ ઉંચા વળતરની લાલચ આપી નાણા ખંખેરતાં હતાં. તેમજ રોકાણકારોને ફેક ઇન્વેસ્ટમેન્ટની થર્ડ પાર્ટી એનરોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ બનાવી વિશ્ર્વાસમાં લેતાં હતાં. ત્યારબાદ રોકાણકારોને પૈસા ટ્રાન્સફર કરાવી ફેક એપ્લિકેશનમાં બનાવેલા એકાઉન્ટમાં એક-બે દિવસમાં જ ખોટો પ્રોફિટ દેખાડી ઓટો ટ્રેડિંગ પર કામ કરે છે. તેવું દર્શાવતાં હતાં. ઉપરાંત રોકાણકારોને પ્રોફિટ બતાવી નાની-નાની રકમ વિડ્રો કરાવી વિશ્ર્વાસમાં લઇ મોટી રકમનું રોકાણ કરાવતાં હતાં.

- Advertisement -

ત્યારબાદ મોટી રકમની ઉચાપાત્ત કરી લેતાં હતાં. આ ફોરેન કરન્સીના નામે છેતરપીંડી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી તથા દેશના અનેક શહેરોમાં નેટવર્ક ચાલતું હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલો અરમાન મેમણ મુખ્ય સૂત્રધાર હતો. તેમજ તેની સાથે અન્ય એક સૂત્રધાર હતો. ત્યારબાદ એક સોફટવેર ડેવલોપરની મદદ વડે કોલર, વેરાવળ લીંકના બેંક એકાઉન્ટ પ્રોવાઇડર જેમાં હેડલર અરમાન મેમણ હતો તથા નંદુરબાર લીંકના બેંક એકાઉન્ટ પ્રોવાઇડર હેડલર તરીકે પીર મોમહમદ તથા એક સીમ કાર્ડ પ્રોવાઇડર અને તેની હેઠળ કમાલ શાહ નામનો શખ્સ રહેતો હતો. ઉપરાંત હેડલર અરમાન મેમણની નીચે ફૈઝાન તથા ઐઝાઝ (એમપાયર ટ્રેડીંગ) તથા હેડલર પીરમોમહમદની નીચે ડો. અલ્તાફ, રમીઝ રાઝા શેખ તથા મો. ખટીક (જીએસએમ ટ્રેડિંગ) જેટલા સખ્સો એક્ટિવ હતાં અને આ નેટવર્ક દ્વારા રોકાણકારોને છેતરવાનું કૌભાંડ ચાલતું હોવાનું ખુલ્યું હતું. જેના આધારે જામનગર સાયબર ક્રાઇમ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular