જામનગરના એરફોર્સ ગેઇટ નજીક ઢિચડા રોડ પર ઓરડીમાં રહેતાં શખ્સને ત્યાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા.31,500ની કિંમતની 63 બોટલ દારૂ મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ ગેઇટ પાસે ઢિચડા રોડ પર આવેલાં સેનાનગરમાં રહેતાં તેજપાલસિંહ મદનસિંહ શેખાવત નામના શખ્સની ઓરડીમાં પોલીસે રેઇડ દરમ્યાન રૂા.31,500ની કિંમતની 63 બોટલ દારૂ મળી આવતાં પોલીસે દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.