Saturday, December 6, 2025
Homeરાજ્યસગાઈ છૂટી કરવાની વાતથી વ્યથિત પાછતર ગામના યુવાને જિંદગી ટૂંકાવી

સગાઈ છૂટી કરવાની વાતથી વ્યથિત પાછતર ગામના યુવાને જિંદગી ટૂંકાવી

ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા એક ખેડૂત સગર પરિવારના 22 વર્ષીય યુવાન ભાવેશભાઈ વજશીભાઈ કારેણાની સગાઈ આશરે પાંચેક વર્ષ પૂર્વે ઘેલડા ગામે થઈ હતી. આ સગાઈ હવે કન્યાપક્ષવાળા રાખવા માંગતા ન હોવાથી તેઓ રવિવારે બપોર બાદ આ સગપણ છુટું કરવા આવવાના હતા. ભાવેશભાઈ કારેણાને આ સંબંધ છુટું કરવા બાબતે મગજમાં લાગી આવતા ગઈકાલે બપોરે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા વજશીભાઈ નારણભાઈ કારેણાએ ભાણવડ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular