Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકર્ણાટકની જામિયા મસ્જિદ પણ મંદિર હોવાનો દાવો

કર્ણાટકની જામિયા મસ્જિદ પણ મંદિર હોવાનો દાવો

કર્ણાટકના માંડ્યામાં એક દક્ષિણપંથી સંગઠને સોમવારે ડેપ્યુટી કમિશનરને એક આવેદન સુપરત કરીને અહીંની જામિયા મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. આ સંગઠનના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે, જ્યાં પૂજાની માંગ કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં એક મંદિર છે, જેને બાદમાં તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. કાર્યકરોએ આ માળખામાં પૂજા કરવાની માંગ કરી છે. સંગઠને દાવો કર્યો છે કે, જામિયા મસ્જિદ અગાઉ અહીં હાજર અંજનેય મંદિરની ટોચ પર બનાવવામાં આવી છે. ઐતિહાસિક પુરાવા પણ છે કે આ સ્થાન પહેલા મંદિર હતું. કાર્યકર્તાઓનું કહેવું છે કે ટીપુ સુલતાને પર્શિયાના રાજા ખલીફને લખેલા પત્રમાં આ વિશે જણાવ્યું હતું.

- Advertisement -

સંસ્થાની માંગ છે કે પુરાતત્વ વિભાગ આ દસ્તાવેજોની તપાસ કરે અને સમગ્ર મામલાની તપાસ કરે. આટલું જ નહીં, તેણે સ્ટ્રક્ચરની અંદર હાજર તળાવમાં ન્હાવા માટે વહીવટીતંત્ર પાસે પરવાનગી માંગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular