Sunday, October 6, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૨૫૫.૭૫ સામે ૫૦૨૧૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૯૨૬.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬૧.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૬૧૪.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૨૦.૫૫ સામે ૧૪૭૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૯૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી, પરંતુ કેન્દ્રિય બજેટ દેશના સર્વાંગી વિકાસ સાથે ખાસ કરીને આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ આજે સતત ચોથા દિવસે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી ચાલુ રાખી હતી. કેન્દ્રિય બજેટને સોમવારે વધાવનાર ભારતીય શેરબજારમાં સતત બજેટ રેલી ચાલુ રહેતા આજે બીએસઇ સેન્સેક્સે ફરી ૫૦૬૮૭.૫૧ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૪૯૩૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

- Advertisement -

ગત સપ્તાહમાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન જોવાયા બાદ ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ફંડોએ શેરોમાં આક્રમક તેજી ચાલુ રાખી હતી. બેંકિંગ-ફાઈનાન્શિયલ ક્ષેત્રે બજેટમાં અપાયેલા પ્રોત્સાહનોની પોઝિટીવ અસર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ માટે રૂ.૩૫,૦૦૦ કરોડની ફાળવણી અને અન્ય જોગવાઈઓ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રોત્સાહનોની પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં આજે તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં માત્ર ચાર દિવસમાં અંદાજીત ૮%થી વધુની બજેટ રેલી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુરોપના બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી હતું, જ્યારે એશિયાના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. દરમિયાન વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવોમાં આગેકૂચ જોવા મળી હતી.

આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૩ અને વધનારની સંખ્યા ૧૮૫૭ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો નો પ્રવાહ વર્ષ ૨૦૧૩ બાદ પહેલી વખત સૌથી વધુ જોવા મળ્યો છે. વર્તમાન  નાણાંવર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈએ અત્યારસુધીમાં અંદાજીત  ૩૧.૭૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે ૨૦૧૨-૧૩ના નાણાં વર્ષમાં ઠલવાયેલા ૨૫.૮૦ અબજ ડોલર બાદ સૌથી વધુ છે. દેશમાં કોરોનાવાઈરસને લગતા લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ અને કોરોના વેકસિનમાં સફળતા બાદ ઉપભોગતાના માનસમાં પણ સુધારો થતા સેવા ક્ષેત્રે માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસમાં વધારા બાદ હવે દેશના જાન્યુઆરી માસના સેવા ક્ષેત્રના પીએમઆઈમાં પણ વધારો જોવા મળ્યો છે.

સેવા ક્ષેત્રનો નિક્કી આઈએચએસ માર્કિટ પીએમઆઈ જે ડિસેમ્બરમાં ૫૨.૩૦ હતો તે જાન્યુઆરી માસમાં વધીને ૫૨.૮૦ રહ્યો છે. ૫૦થી ઉપરના પોઈન્ટને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ પોઈન્ટની ઉપર રહ્યો છે. આગામી દિવસોમાં સેવા પૂરી પાડવાના ખર્ચમાં કેટલો વધારો થાય છે તે એક ચિંતાની બાબત છે અને ફુગાવાનો દર પણ પ્રમાણમાં ઊંચો છે. ફુગાવાના ઊંચા દરને જોતા રિઝર્વ બેન્કની ગઈકાલથી શરૂ થયેલી નાણાં નીતિની સમીક્ષાની બેઠક પર નજર રહેશે.

તા.૦૫.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૪.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૩૯ પોઈન્ટ થી ૧૪૯૭૯ પોઈન્ટ ૧૫૦૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી લિમિટેડ ( ૨૭૧૩ ) :- ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૩૭ થી રૂ.૨૭૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૨૧ ) :- રૂ.૧૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમર રાજા બેટરી ( ૯૬૨ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૩૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૬ થી રૂ.૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એપોલો હોસ્પિટલ ( ૨૭૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હેલ્થકેર ફેસિલિટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૨૭ થી રૂ.૨૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૭૦ ) :- રૂ.૧૫૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૨૮૧ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૯૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૬૮ ) :-૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૫૩ થી રૂ.૮૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular