જામનગર બાર એસોસિએશનના આગામી વર્ષ 2022 માટે કારોબારી સમિતિની ચુંટણીનું શુક્રવારે મતદાન યોજાયા બાદ મોડીરાત્રિના મતગણતરી હાથ ધરવામાં આવતા રેકોર્ડબ્રેક 8મી વખત પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા વિજેતા થયા હતાં. આ નવનિયુકત પ્રમુખ સહિતના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તા.27 ના રોજ બપોરે યોજાયો હતો.
જામનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ભરતભાઇ એસ. સુવા, ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી, મંત્રી મનોજભાઈ ઝવેરી, સહમંત્રી તરીકે ચુડાસમા વનરાજસિંહ, લા. મંત્રી જયદેવસિંહ જાડેજા કારોબારીના સભ્યો તરીકે વિજેતા થયેલા પરેશ આર. ગણાત્રા, મૃગેન એમ. ઠાકર, કંચવા રઘુવીરસિંહ, ચાંદનીબેન પોપટ, વિસકિયા કે.કે., ગચ્છર દિપકભાઇ કે., હરવરા મિતુલ ડી વિજેતા થયા હતાં. આ નવનિયુકત હોદ્ેદારોનો પદગ્રહણ સભારોહ યોજાયો હતો. જેમાં વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.