Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઝગડાબાદ પત્ની માવતરે, પતીએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

ઝગડાબાદ પત્ની માવતરે, પતીએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

- Advertisement -

જામનગર નજીક યુવાને સાંઢિયા પુલ પાસેના રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના નવાગામ ઘેડમાં મઘુવન સોસાયટીમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો અને માલધારીનો વ્યવસાય કરતો મચ્છાભાઇ સામતભાઇ ધ્રાગીયા(ઉ.વ.26) નામના યુવાને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતાં પત્ની રિસામણે જતી રહેતા આ બાબતનું લાગી આવતાં મચ્છાભાઇએ બુધવારે બપોરના સમયે સાંઢિયા પુલ નજીકના રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે જાણ થતાં હેકો.એ.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં મઘુવન સોસાયટીમાં કોળી સમાજની વાડી પાસે રેહતાં સંજય હરજીભાઇ પરમાર(ઉ.વ.44) નામના મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં યુવાને બુધવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની પત્ની રોહિણીબેન ઉર્ફે ચેતનાબેન પરમાર દ્વારા જાણ કરાતાં એએસઆઇ એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular