ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા યુવાનની પત્ની પાંચ વર્ષથી માવતરે રીસામણે રહેવાથી એકલાવાયા જીવનથી કંટાળીને સોમવારે સાંજના સમયે તેના ઘરે પંખાના હુંકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ લખાભાઈ વાઘેલા (ઉ.વ.45) નામના યુવાનના પત્ની છેલ્લાં પાંચ વર્ષથી તેના માવતરે રીસામણે બેઠા હતાં લગ્નજીવનમાં પત્ની રીસામણે જતી રહેતા એકલવાયા જીવનથી કંટાળી ગુમસુમ રહેતાં શ્રમિક યુવાનને મનમાં લાગી આવતા સોમવારે સાંજના સમયે તેના રૂમમાં પંખાના હુંક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના નાનજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.