Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoટ્રેન સાથે સેલ્ફી લેવાનો શોખ બન્યો શોક - VIDEO

ટ્રેન સાથે સેલ્ફી લેવાનો શોખ બન્યો શોક – VIDEO

- Advertisement -

સેલ્ફી અને લાઈવ અપડેટના ક્રેઝે લોકોને ગાંડા કર્યા છે. સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને દરેકની લાઈક મેળવવા ઘણીવાર લોકો હદ્દ પાર કરી દેતા હોય છે. આપણા વડવાઓ કહેતા કે ‘અકસ્માત તો કયારેક જ બને’ એમ એવો જ એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં અક યુવતી ટ્રેન સાથે સેલ્ફી લેવાના ચકકરમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે.

નોંધ : વિડીયો આપને વિચલિત કરી શકે છે

- Advertisement -

મેક્સિકોમાં ટ્રેન સાથે વીડિયો બનાવવા ઘણાં લોકો રેલવે ટ્રેક પાસે આવ્યાં હતાં. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ‘ઈમ્પ્રેસ’ નામની ફેમસ ટ્રેન સાથે સેલ્ફી લેવા માટે એક યુવતી રેલવેના પાટાની એકદમ નજીક આવી ગઈ હતી અને જ્યારે પાછળથી ટ્રેન આવી ત્યારે આ ટ્રેનના એન્જીનનો ખુણો યુવતીના માથામાં લાગતા યુવતી ત્યાં જ પડી ગઈ અને એક વ્યક્તિએ ખેંચીને તેને દૂર લીધી પરંતુ તે યુવતીનું ત્યાં જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. લોકોનું કહેવાનું હતું કે, યુવતી પોતાના બાળક સાથે તેની સ્કૂલના બીજા છોકરાઓ અને પેરેન્ટસ સાથે ‘ઈમ્પ્રેસ’ ટ્રેન સાથે ફોટો લેવા અને વીડિયો બનાવવા આવી હતી. ‘ઈમ્પ્રેસ’ 1930 માં બનેલી એક ભવ્ય એન્જીન ટ્રેન છે. કેનેડીયન પૈસિફિક કેન્સસ સિટી કંપનીએ આ ઘટના બાબતે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને પૂરી તપાસ કરી સહયોગ કરવા કહ્યું હતું આ સાથે કંપનીઓ લોકોના હિત માટે ટ્રેનના પાટાથી ઓછામાં ઓછું 10 મીટર દૂર રહેવા સૂચન કર્યુ હતું. આમ સેલ્ફી અને વીડિયોના ચકકરમાં લોકો જીવના જોખમો લઇ લેતા હોય છે. ત્યારે કયારેક આવા અકસ્માતો પણ બની જતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular