Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતઅગ્નિકાંડ મુદે હાઇકોર્ટે મનપાની કાઢી ઝાટકણી

અગ્નિકાંડ મુદે હાઇકોર્ટે મનપાની કાઢી ઝાટકણી

ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું કે, ’અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી : કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ : કોર્ટે કમિશનરને પણ તતડાવ્યા

- Advertisement -

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગર પાલિકાનો ઉધડો લઈ નાખ્યો હતો.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, ’અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.

હાઇકોર્ટે કહ્યું હતું, કે ’અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં છખઈ કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું? કોર્ટે આરએમસીને સવાલ પૂછ્યો હતો, કે ’આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને. હાઇકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્કાલિક પગલાં ભર્યા છે. અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. છ આરોપીઓ સામે એફઆરઆઇ કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા એમાંય બાળકોના મૃત્યુ થયા તે હત્યાથી ઓછું નથી. નિયમોના પાલન કરવામાં જ ન આવ્યા. અરજદારે દાવો કર્યો હતો કે આ ગેમ ઝોન એક ગેરકાયદે જગ્યાએ ચાલતું હતું છતાં તંત્ર અને પોલીસ દ્વારા આંખ મીચામણાં કરાયા હતા. તેના પર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ઢીલા વલણ અને ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular