Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશહેરના રાજમાર્ગો પર પશુઓનો જમાવડો અવિરત

શહેરના રાજમાર્ગો પર પશુઓનો જમાવડો અવિરત

- Advertisement -

જામનગર શહેરમાં માથાના દુ:ખાવા સમાન બની ગયેલી અબોલ પશુઓની સમસ્યા ઘટવાને બદલે વધતી જાય છે. મહાપાલિકાના તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવામાં આવે છે પરંતુ આ પગલાંના કારણે કાયમી ઉકેલ થતો નથી. જેથી શહેરમાં સમસ્યા સતત વકરતી જાય છે અને ઘણાં રસ્તાઓ તો એવા બની જાય છે કે વાહનચાલકો કરતા અબોલ પશુઓ વધુ જોવા મળતા હોય છે. શહેરીજનો માટે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવું હોય તો પશુપાલકો ઉપર આકરાં દંડ અથવા તો શહેરથી 25 કિ.મી. દૂર પશુપાલકોને ખરાબાની જમીનમાં તેમના પશુઓ માટેની વ્યવસ્થા કરવા સિવાય એક પણ ઉપાય શકય નથી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular