ભારતમાં પાછલા દિવસોથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી થોડાક મહિનાઓ સુધી ભારત COVID-19 વેક્સીનની નિકાસ નહી કરે તેવી શક્યતાઓ છે. કારણકે દેશમાં વધી રહેલા કોરોનાના કેસોના પરિણામે જે રાજ્યોમાં સંક્રમણ વધારે છે તે રાજ્યો વેક્સીનના વધુ ડોઝની માંગણી કરી રહ્યા છે.
ભારત વિવિધ દેશો સાથે કરવામાં આવેલી પ્રતિબદ્ધતા પૂરી કરશે પરંતુ ઘરેલુ માંગને પહોંચી વળવા માટે આગામી થોડા મહિના માટે નિકાસ નહીં વધારે. ભારતે 20મી જાન્યુઆરીથી વિદેશમાં વેક્સિન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં ભારતે આશરે 80 જેટલા દેશોને વેક્સિનના 6 કરોડ 4 લાખ જેટલા ડોઝ મોકલ્યા છે. વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનની સપ્લાય સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. હાલ સરકારની પ્રાથમિકતા દેશના લોકોને વેક્સીન પૂરી પાડવાની છે.
અંતે ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં અડધા લાખથી પણ વધુ કેસ નોંધાયા છે. જેણે છેલ્લા 5મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. જે ચિંતાજનક બાબત કહેવાય. માટે સરકારની પ્રાથમિકતા હાલ દેશના લોકોને વેક્સીન પૂરી પડવાની છે. અન્ય દેશોને હાલ થોડાક સમય પુરતી વેક્સીન નહી આપવામાં આવે.