લાલપુર નાના ખડબા ગામમાં રહેતાં ખેડૂત યુવાનની પુત્રી લાલપુરની શાકમાર્કેટમાં સાડી લેવા ગયા બાદ પરત નહીં ફરતા યુવતી અંગેની કોઇ માહિતી મળે તો લાલપુર પોલીસ મથકમાં જાણ કરવા અપીલ કરાઇ છે.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા યુવરાજસિંહ દાનુભા જાડેજા નામના ખેડૂત યુવાનની પુત્રી સપનાબા વિશ્ર્વજીતસિંહ ગોહિલ (ઉ.વ.24) (રહે. ભાવનગર) નામની યુવતી ગત તા.18 ના રોજ બપોરના સમયે લાલપુરમાં જૂની શાકમાર્કેટ પાસે સાડી લેવા ગઈ હતી અને ત્યાંથી પરત નહીં ફરતા પરિવારજનોએ પરિણીત યુવતીની શોધખોળ આરંભી હતી. પરંતુ યુવતીનો પતો લાગ્યો ન હતો. કાનમાં સોનાની બુટી અને નાકમાં સોનાનો દાણો પહેરેલ પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતી વાને ઉજળી પાતળા બાંધાની શરીરે જમણા હાથના પોચા ઉપર ૐ ત્રોફાવેલ કાળા મરૂન કલરનો ફુલડીઝાઈનવાળો ડ્રેસ પહેરેલ યુવતી અંગે કોઇને પણ માહિતી મળે તો લાલપુર પોલીસ મથકમાં જાણ કરવા તપાસનીશ હેકો એન.પી. વસરાની યાદીમાં જણાવાયું છે.