જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતાં લખમણભાઈ નામના પ્રૌઢની પુત્રી શિલ્પાબેન બાબરીયા (ઉ.વ.25) નામની યુવતી ગત તા.28 ના રોજ મધ્યરાત્રિના સમયે તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઈ હતી ત્યારબાદ લાપતા બનેલી યુવતીની આજુબાજુમાં અને સગાવાલાઓમાં તપાસ કરતા મળી આવી ન હતી. જેથી યુવતીના પિતાએ લાપતા થયેલી તેની પુત્રી શિલ્પા અંગેની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે શેઠવડાળા પોલીસે યુવતી અંગે કોઇપણ માહિતી મળે તો મોબાઇલ નંબર 63596 27876 ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.