Thursday, September 19, 2024
Homeરાજ્યભાણવડના ગુંદામાંથી જૂગારનો અખાડો ઝડપાયો

ભાણવડના ગુંદામાંથી જૂગારનો અખાડો ઝડપાયો

- Advertisement -

ભાણવડ તાલુકાના ગુંદા ગામની વિરપરસીમ વિસ્તારમાં વાડીની ઓરડીમાં ચાલતા જૂગારધામ પર રેઈડ કરી ભાણવડ પોલીસે સાત પતાપ્રેમીઓને રંગેહાથે ઝડપી પાડયા છે.

- Advertisement -

વિગત મુજબ, ભાણવડ તાલુકાના ગુંદા ગામના ભુપતભાઇ રામજીભાઈ પાડલિયા તેમની ગુંદા ગામની વિરપરસીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતિનો જૂગાર રમી રમાડી નાલના રૂપિયા ઉઘરાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ જે.જી. સોલંકી તથા સ્ટાફને મળતા બાતમી હકીકતવાળી જગ્યાએ રેેઈડ કરતા વાડી માલિક ભુપતભાઈ પાડલિયા ઉપરાંત રમેશભાઇ ગોરધનભાઈ પાડલિયા, કાલીદાસ રામજીભાઈ પાડલિયા, હસમુખભાઈ બાવનજીભાઈ પાડલિયા, સંજયભાઈ પોપટભાઈ પાડલિયા રે. તમામ ગુંદા, જેરામભાઈ ડાયાભાઈ વાસાણી રે. ભણગોર તથા નેભા વિરમ કુછડિયા રે. ગોપાલપરા, રાણાવાવ જી. પોરબંદર જૂગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ રેઈડ દરમિયાન રોકડા રૂા.15630, મોબાઇલ નંગ 7 કિં. રૂા.6000 તથા મોટરસાઈકલ કિં. રૂા.7000 સહિત કુલ મુદ્દામાલ રૂા.28630 સાથે જૂગાર અખાડો ઝડપી લઇ જૂગારધારા કલમ 4-5 મુજબ ગુનો દાખલ કરેલ છે. રેઈડની આ કાર્યવાહીમાં પીએસઆઈ જે.જી. સોલંકી, એેએસઆઇ એલ. એલ. ગઢવી, એમ.એ. રાણા, પો.હેડ કોન્સ. કિશોરભાઈ નંદાણિયા, કનુભાઈ મકવાણા, શકિતસિંહ જાડેજા તથા પો.કો. ખીમભાઈ કરમુર, બ્રિજેશભાઈ બોરીચા, કિશોરસિંહ જાડેજા તથા ભરતભાઈ સભાડ જોડાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular