ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકાર ના ન્યુ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્ર્વકક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ ક્રમમાં ત્રણ સ્ટેશનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.તેમાં ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન, મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ વિશ્ર્વેસ્વરૈયા ટર્મિનલ સ્ટેશનનો સમાવેશ થાય છે.આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. આ સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર સિવાય કોન્સર્સ, વેઇટિંગ રૂમ અને રિટેલ ક્ષેત્ર આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે.આ સાથે મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભર ના 1309 રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધાઓ ની સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે. શહેર ની બંને તરફ ના ક્ષેત્રો ને યોગ્ય એકીકરણ ની સાથે આ સ્ટેશનો ને સિટી સેન્ટર ના રૂપે વિક્સિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતાને પ્રતિબિંબિત કરતા, પુન:વિકાસિત સ્ટેશનો નવી અત્યાધુનિક યાત્રી સુખ સુવિધાઓ ની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અનિચ્છનીય માળખાંને દૂર કરી, બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તારો, બહેતર પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતો કરીને રેલ્વે સ્ટેશનો સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ, 2023 ના 11:00 કલાકે રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 500 થી વધુ રેલવે સ્ટેશનો ના પુન:વિકાસ માટે શિલાન્યાસ કરશે, આ 508 રેલવે સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દરેક રાજ્ય માં 55 સ્ટેશનો, બિહાર ના 49, મહારાષ્ટ્ર ના 44, પશ્ચિમ બંગાળ ના 37, મધ્ય પ્રદેશ ના 34, આસામ 32, ઓડિશા 25, પંજાબમાં 22 સ્ટેશન છે, ગુજરાત અને તેલંગાણા છે. દરેકમાં 21 સ્ટેશનો, ઝારખંડમાં 20 માં, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પ્રત્યેક રાજ્યમાં 18 સ્ટેશન છે, હરિયાણામાં 15 સ્ટેશન છે, કર્ણાટકમાં 13 સ્ટેશન અને બાકીના સ્ટેશનો અન્ય રાજ્યોમાં છે. આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. 508 રેલવે સ્ટેશનોમાંથી 23 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળ છે.જેમાં અમદાવાદ મંડળ માં નવ સ્ટેશન, વડોદરા મંડળ માં છ સ્ટેશન, ભાવનગરના ત્રણ સ્ટેશન અને રાજકોટ અને રતલામ મંડળ માં બે-બે સ્ટેશન, જ્યારે મુંબઈ સેન્ટ્રલ મંડળમાં એક સ્ટેશનનો સમાવેશ થાય છે.
દેશમાં એક સાથે 508 રેલવે સ્ટેશનની કાયાપલટનો શિલાન્યાસ
આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કરશે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત : 24,470 કરોડનો ખર્ચ આધુનિકતા સાથે મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો : રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર અને ભકિતનગર સ્ટેશનનો સમાવેશ