જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં વૃદ્ધ દંપતી જમવાની બાબતે બોલાચાલી કરતાં હતાં તે દરમિયાન દંપતીના પુત્રએ આવીને તેના પિતાને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગાગવા રોડ પર રહેતા મનગભાઈ પરમાર નામના વૃધ્ધ ગત ગુરૂવારે રાત્રિના સમયે તેની પત્ની સવીતાબેન સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થઈ હતી અને વૃધ્ધ દંપતી આ બાબતે ઝઘડો કરતા હતાં તે સમયે તેનો પુત્ર મુકેશ મગન પરમાર નામના શખ્સે આવીને તેના પિતા મગનભાઈને ‘મારી માં સવિતાબેનને કહી કહેવાનું નહીં ’ તેમ કહી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી નાશી ગયો હતો. પિતાને અપશબ્દો બોલી ધમકી આપ્યાના બનાવમાં વૃદ્ધે પુત્ર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે વૃદ્ધ પિતાની ફરિયાદના આધારે પુત્ર મુકેશ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.