આમ તો રસ્તા પરના ગાબડા બૂરવાનું કામ સરકારને કરવાનું હોય છે પરંતુ જામનગરના લિંબુડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતની કમાણી થી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે. જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ નામના ખેડૂત ખેતીકામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વ ખર્ચે ખાડાનું સમારકામ કરે છે. અત્યાર સુધીમાં આ ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડા સ્વ ખર્ચે સમારકામ કર્યું છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદ પનારા, જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઇવે પર નજરે દેખાતા ખાડાઓ બુરવાનું કામ કરે છે. આમ તો રોડ-રસ્તા બનાવવાનું કે તેને રીપેર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે. અરવિંદભાઈ પોતે એક ખેડૂત છે અને ખેતી કામમાં માણસો રાખી અને તે ખેતીકામ કરે છે. અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને તેના આ કામથી ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરે છે.
અરવિંદભાઈ છેલ્લા સાત વર્ષથી દર વર્ષે 40 થી 50 હજારનો ખર્ચો કરી રોડ પર પડેલ મસ મોટા ગાબડા પુરવાનું કામ કરી રહ્યા છે. આ કામગીરીમાં જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપર ગામ સહિતના આગેવાનો અને લોકો જોડાય છે.
રસ્તામાં ખાડા બુરવાનું કાર્ય વિષે વાત અરવિંદભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી પત્ની ની તબિયત નાંદુસ્ત ને કારણે અમદાવાદ હોસ્પિટલ ગયો હતો તે સમયે ત્યાં હોસ્પિટલમાં એક યુવાન અકસ્માતમાં સારવાર માટે આવ્યો હતો અને આ ચાલુ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો અને તે યુવાનનું કેવી રીતે અકસ્મત થયું તેની મેં આપવીતી સાંભળી અને મને ખબર પડી કે રસ્તામાં આવતા ખાડાને કારણે તેનું અકસ્માત થયું અને તેનું મૃત્યુ થયું અને ત્યારબાદ તેને મનમાં લાગી આવતા કોઈ પણ માનવીનો જીવ ખાડાને કારણે ના જાય અને લોકો સુરક્ષિત રહે તે વિચાર સાથે તેને આ ભગીરથ કાર્ય શરુ કર્યું.