કુરંગા આરએસપીએલ ઘડી કંપનીની પર્યાવરણ લોક સુનાવણી યોજાઇ હતી. આ લોક સુનાવણી ગેરબંધારણીય રીતે અને દાદાગીરીથી પૂર્ણ થઇ હોય, સ્થાનિક ગ્રામ પંચાયતમાં આ સુનાવણીને લઇ વિરોધના સૂર ઉઠયા છે અને આ અંગે લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવતાં ચર્ચા જાગી છે.
કુરંગા ઘડી કંપનીની પર્યાવરણ લોક સુનાવણીને લઇ વિવાદ વકર્યો છે.લોક સુનવણી લોક શાહી ઢબે થઈ ના હોય અનેક ક્ષતિઓ રહી હોય ખુદ કુરંગા ગ્રામ પંચાયત દ્વારા પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. નિયમ મુજબ લોક સુનવણી પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામ પંચાયતને તમામ અરજી અને તેનો રિપોર્ટ પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવવો જોઈએ જે આપ્યા વિના લોક સુનવણી પૂરી કરી અધિકારીઓ રફુચક્કર થયા હતા પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ લોક સુનવણી જલ્દી પૂર્ણ કરવાની ઉતાવળમાં સ્થાનિક લોકોના પ્રશ્ર્નોેને પૂરતો સમય આપ્યા વિના સુનવણી પૂર્ણ કરી હતી લોક સુનવણી દરમિયાન લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોય મામલે ગરમાયો છે. લોક સુનવણીનો મામલો હાઈ કોર્ટ સુધી પહોંચશે રોજગારી પ્રદૂષણ સહિતના મામલે આરએસપીએલ ઘડી કંપની વિવાદોના ઘેરામાં છે. ત્યારે ગોજી ગામના ગ્રામજનો તેમજ કુરંગા ગ્રામ પંચાયત દ્વારા પ્લાન્ટની ક્ષમતા વધારવા સામે વિરોધ ઉઠતા મામલો ગરમાયો છે. લોક સુનવણી નિયમ મુજબ અને લોકશાહી ઢબે થઈ ના હોવાથી મામલો કોર્ટ સુધી જશે જેમાં કુરંગા ગ્રામ પંચાયત દ્વારા લેખિત વાંધા અરજી સાથે તમમ પ્રક્રિયાની વિગતો આપવા લેખિત રજૂઆત જામનગર પ્રદૂષણ બોર્ડની કચેરીએ કરવામાં આવી છે.
લોકોના પ્રશ્ર્નો અધૂરા રહ્યાંને લોક સુનવણીમાં દાદાગીરી સાથે લોક સુનવણી પૂર્ણ થઈ હતી. આ લોક સુનવણીમાં અનેક રજૂઆતો બાદ મામલો ઉગ્ર બન્યો હતો. અમુકને રજૂઆત કરતા રોકી દેવાયા હતા પર્યાવરણની લોક સુનવણીમાં કોઈ પણ વ્યક્તિ પ્રદૂષણને લગત કે લેખિત મૌખિક રજૂઆત કરી શકે છે પરંતુ અહી અન્ય ગામોના અમુક લોકોને ક્યાં ગામના છો. એમ પૂછીને રજૂઆત કરવામાં દેવામા આવી હોઈ અને આવા રજૂઆત કરનાર વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરવા આવનારા વ્યક્તિઓને પોલીસ મથકે પણ આગલા દિવસે બોલવામાં આવ્યા હતા કોઈ વાતાવરણ ઉગ્ર ના બને એ માટે પરંતુ લોકશાહીમાં રજૂઆત કરવાનો હક્ક તમામ લોકોને છે અને લોક સુનવણીમાં રજૂઆત કરવા આવે ત્યારે પોલીસની જવાબદારી કાયદો વ્યસ્થા જાળવવાની હોઈ છે પરંતુ આ લોક સુનવણીમાં કંપનીને અગાઉથી ડર બેસી ગયો હતો અનેક ગામોના અગ્રણીઓને અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હતો આ સમગ્ર ઘટના કંપનીની ગુલામી કરતા અધિકારીઓની સ્પષ્ટ માનસિકતા છતી કરે છે જે રીતે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આજે વર્ષોથી ઘડી કંપનીમાં ખેડૂતોની ફરિયાદો બાદ પાણીના સેમ્પલ લઈ જાય છે પરંતુ કાર્યવાહી કરતા શરમાય છે આટલી રજૂઆતો સ્પષ્ટ દૂષિત પાણી દેખાય છતાં પગલાં પ્રદૂષણ બોર્ડ કંપની વિરૂધ્ધ પગલાં ભરતું નથી. આ બધી બાબતો કંપની તરફી કુણું વલણ સ્પષ્ટ કરે છે. ખેડૂતો એને સ્થાનિકોની વિરોધ નીતિએ કંપનીની ઊંઘ ઉડાવી છે. મામલો કોર્ટ સુધી પહોંચતા ફરી આરએસપીએલ ઘડી વિરૂદ્ધ લડાઈના મંડાળ શરૂ થયા છે અપમાન અને સ્વાભિમાન ની લડતમાં આ વખતે ખેડૂતો પણ ઓછું ઉતરવામાં નથી અને હક્ક માટે લડાઈ લડી લેવાના મૂડમાં છે.