શુક્રવારે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતની મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. 2016 ની રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર બ્રિટીશ ટીમે તેની આઠમી ઓલિમ્પિકમાં ત્રીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આપણે ભલે એક મેડલ ચુકી ગયા પરંતુ મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવના દર્શાવે છે.
ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવાનું સપનું તૂટી ગયું. ટીમની હાર બાદ પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે ‘અમે ટોક્યો ઓલિમ્પિકમાં અમારી મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. ટીમના દરેક સભ્યએ હિંમત, કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું.
ભારતને આ અદ્ભુત ટીમ પર ગર્વ છે. અમે મેડલ ભલે ગુમાવ્યો હોય પરંતુ આ ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે, જ્યાં અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ . ઓલિમ્પિકમાં ટીમની સફળતા ભારતની યુવાન દીકરીઓને હોકીની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા પ્રેરણા આપશે. આ ટીમ પર ગર્વ છે.