યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વારને સુવર્ણ જડિત કરાયા છે. ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભકત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદીએ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરતાં દ્વારકાધીશજીના નિજ મંદિરના કપાટ (દરવાજા)ને 24 કેરેટ સુવર્ણથી જડિત કરાયા છે. ગાંધીનગરના ત્રિવેદી પરિવારે આ ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે દર વર્ષે સેંકડો ભાવિકો દ્વારા શ્રધ્ધા અને અહોભાવ સાથે દ્વારકાધીશના શ્રીચરણોમાં સુવર્ણ, ચાંદી ઈત્યાદિ રત્નાભુષણો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે.


