Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહવે કેદારનાથના દર્શન માટે ઓછું ચાલવું પડશે

હવે કેદારનાથના દર્શન માટે ઓછું ચાલવું પડશે

આવતા માસથી શરૂ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને મહત્વની રાહત મળશે. કેદારનાથના પગપાળા રૂટનું અંતર 8 કી.મી. ઓછું થઈ ગયું છે. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેદારનાથની મુલાકાત લઈને વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેઓએ ગૌરીકુંડથી રામબાડા અને ચૌમાસી કાલીમઠ સુધી રોડ બનાવવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

રામબાડા સુધી રોડનું નિર્માણ થવાને પગલે પગપાળા અંતર 8 કી.મી. ઓછું થઈ જશે અને કેદારનાથ પહોંચવા માત્ર 8 કી.મી.ની પગપાળા યાત્રા કરવી પડશે. અત્યારે કેદારનાથની પગપાળા યાત્રા માટે 16 કી.મી. નું અંતર કાપવું પડે છે. હવે નવા માર્ગના નિર્માણ પછી તે માત્ર 8 કી.મી.નું રહી જશે. આ ઉપરાંત રામબાડાથી કેદારનાથ સુધીના રોપવે નિર્માણની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ યોજના લાગુ થવાના સંજોગોમાં કેદારનાથના યાત્રાળુઓને નવી સુવિધા મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular