Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વિભાપરમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા અરેરાટી

જામનગરના વિભાપરમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા અરેરાટી

સજોડે આપઘાત કર્યાની આશંકા : મૃતદેહ પાસેથી દવાની બોટલ મળી આવી : બેડી મરીન પોલીસ દ્વારા તપાસ : પ્રેમ પ્રકરણની આશંકા

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલા વિભાપરના વાડી વિસ્તારમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાની જાણ થતા બેડી મરીન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતદેહ નજીક ઝેરી દવાની બોટલ મળી આવતા બન્નેએ સજોડે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને બન્નેની ઓળખ મેળવી તેમના પરિવારજનોને જાણ કરી હતી.

- Advertisement -

અરેરાટી જનક બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા વિભાપર ગામની સીમમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ પડયો હોવાની પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા બેડી મરીન પીએસઆઈ સી.એમ. કાંટેલિયા અને એએસઆઈ ફિરોજ દલ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહ નજીકથી ઝેરી દવાની બોટલ મળી આવતા કબ્જે કરી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવતા જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા વિનોદ ભરતભાઈ અને હેતલ ચાવડાનો મૃતદેહ હોવાની ઓળખ થતા પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરી હતી.

- Advertisement -

ત્યારબાદ પોલીસે બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી અને બન્નેએ કયા કારણોસર સજોગે આપઘાત કર્યો ? તે અંગેના કારણો શોધવા પૂછપરછ આરંભી હતી. જો કે, પોલીસના પ્રાથમિક તારણમાં પ્રેમ પ્રકરણ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular