જામનગર તાલુકાના દરેડ ગામમાંથી ભિક્ષુક જેવા અજાણ્યા યુવાનને બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી આલ્ફા સ્કુલની બાજુની શેરીમાં આશરે 35 વર્ષના અજાણ્યા ભિક્ષુક યુવક બેશુદ્ધ હાલતમાં મળી આવતા યુવાનને સારવાર માટે રાજેશ કાપડી નામના યુવાન દ્વારા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એએસઆઈ ડી સી ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.