Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકુપોષિત બાળકોના લાભાર્થે કચ્છથી વલસાડ સાયકલ યાત્રા

કુપોષિત બાળકોના લાભાર્થે કચ્છથી વલસાડ સાયકલ યાત્રા

14 મેથી શરૂ થયેલી સાયકલ યાત્રા જામનગર પહોંચી : 14 જિલ્લા અને 40 તાલુકાઓમાંથી પસાર થશે

- Advertisement -

સારા સ્વાસ્થ્ય માટે સાયકલીંગની પ્રમોટ કરવા, દરિયા કિનારાના પયર્ટન સ્થળોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પુરો પાડવાના ઉદેશ્ય સાથે ગુજરાતના 1600 કિ.મી. દરિયાકાંઠાની સાયકલ યાત્રા યોજાઇ રહી છે. ગત તા. 14 મેના રોજ કચ્છના કોટેશ્વરથી મિલન રાવલ તથા શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આ સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો. જે 14 જિલ્લા અને 40 જેટલાં તાલુકાઓમાંથી પસાર થઇ તા. 30 મેના રોજ વલસાડ ખાતે પૂર્ણ થશે.

- Advertisement -

ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સારા સ્વાસ્થ્ય માટે સાયકલીંગને પ્રમોટ કરવા, દરિયા કિનારાના પયર્ટન સ્થળોએ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિ અર્થે તેમજ દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે ભંડોળ, સેવા, સામગ્રી એકત્ર કરવાના ઉદ્દેશ સાથે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. 14 મેના રોજ કચ્છના કોટેશ્વરથી પ્રારંભ થઇ હતી અને ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકાઓમાંથી પસાર થઇ તા. 30 મેના રોજ પૂર્ણ થશે.

- Advertisement -

આ સાયકલયાત્રા આજે સવારે જામનગર પહોંચી હતી. જેમાં જામનગર સાયકલીંગ ગ્રુપ પણ સાથે જોડાયું હતું. જામનગર સાયકલીંગ કલબના નેગીજી, ડો. વિરાણી, ડો. સાજણભાઇ સહિતના સભ્યોએ સાયકલયાત્રાના સાયકલીસ્ટોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને રોઝિ બંદર સુધી સાયકલીંગ કરી આ યાત્રામાં સાથે જોડાયા હતાં. જામનગર જિલ્લાના જોડિયા, બાલાચડી, જામનગર, મોટીખાવડી સહિતના સ્થળોએ થઇ ખંભાળિયા, દ્વારકા તરફ રવાના થઇ હતી. આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે. યાત્રામાં જોડાવવા માટે અથવા કોઇપણ સહયોગ કે માહિતી માટે મિલન રાવલ મો. 90169 82199 તથા શૈલેન્દ્રસિંહ ગોહિલ મો. 90161 66584નો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular