Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરદરેડ પ્રકરણમાં 30 દબાણોકારોની જામીન અરજી અદાલતે ફગાવી

દરેડ પ્રકરણમાં 30 દબાણોકારોની જામીન અરજી અદાલતે ફગાવી

- Advertisement -

જામનગર નજીક દરેડમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવા અંગેના પ્રથમ લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં પકડાયેલા અને જેલમાં રહેલા 30 આરોપીઓ દ્વારા જામનગરની અદાલતમાં કરવામાં આવેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. જ્યારે આ પ્રકરણમાં પોલીસે સુત્રાપાડાની એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાતા કુલ આંક 41 નો થયો છે.
મળતી વિગત મુજબ, જામનગર નજીક દરેડમાં સરકારી ખરાબાની સર્વે નંબર 131 અને 132 ની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવા અંગેનો વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટનો સૌ પ્રથમ ગુનો દાખલ કરાવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસ દ્વારા અગાઉ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના 30 આરોપીઓ દ્વારા જામનગરની અદાલતમાં પોતાને જામીન પર મુક્ત કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરાયેલી કેસના પુરાવાને લગતી વિગતો ઉપરાંત જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકરણમાં ધરપકડનો દર અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે અને દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ખરીદી લઈ દબાણ કરનારા સુત્રાપાડાની રમાબેન રાણાભાઇ વાઘ (ઉ.વર્ષ-51) અને દરેડના દિપક નાથાભાઈ સાગઠીયા તથા મનુ રામ ખીલાવત બિંદ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી અદાતલમાં રજૂ કરતા અદાલતે આ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. આ પ્રકરણમાં આજ દિવસ સુધીમાં ત્રણ મહિલા સહિત કુલ 41 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે અને 64 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular