Saturday, April 13, 2024
Homeરાષ્ટ્રીયદેશની પહેલી રેપિડ મેટ્રો ટ્રેન તૈયાર

દેશની પહેલી રેપિડ મેટ્રો ટ્રેન તૈયાર

- Advertisement -

દિલ્હી મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. આ રૂટનો પ્રથમ ટ્રેન સેટ શુક્રવારે લોકો માટે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રેપિડ રેલ કોરિડોરના મેરઠ સેક્શનનો આ ટ્રેન સેટ ગુજરાતના સાવલીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી મંજુસર જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે. તેને નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બનાવવા તરફ અગ્રેસર છે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડ રેલ કોરિડોરના એક સેક્શનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. આ ટ્રેન સેટને દેશમાં જ ડિઝાઈન કરવામાં આવ્યો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અમારી ક્ષમતાઓને પ્રદર્શિત કરે છે. ખછઝજના આ ટ્રેન સેટને દેશમાં જ બનાવીને આપણે આપણી ક્ષમતા આખી દુનિયાને દેખાડી છે.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર 82 કિમીનો સેક્શન છે. તેમાંથી સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના 17 કિલોમીટરના સેક્શન પર રેપિડ રેલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર રૂટ પર ટ્રેનોનું સંચાલન જૂન 2025થી શરૂ થશે. મેરઠ કોરિડોર પર 23 કિમીમાં 13 સ્ટેશન હશે. જેમાં 18 કિમી સેક્શન એલિવેટેડ અને 5 કિમી અંડરગ્રાઉન્ડ હશે. આ રૂટ પર પ્રસ્તાવિત સ્ટેશનો મેરઠ સાઉથ, પરતાપુર, રિઠાની, શતાબ્દી નગર, બ્રહ્મપુરી, મેરઠ સેન્ટ્રલ, ભૈસાલી, બેગમપુલ, MES કોલોની, દૌરલી, મેરઠ નોર્થ, મોદીપુરમ અને મોદીપુરમ ડેપો હશે. મેરઠ મેટ્રો માટે એલ્સ્ટોમ દ્વારા 10 ટ્રેન સેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તમામ ત્રણ કોચના હશે. દરેક ટ્રેનની ક્ષમતા 700 યાત્રીઓની હશે. એલ્સ્ટોમ તેનું 15 વર્ષ સુધી મેન્ટેનેસ કરશે. આ તમામ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન, ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ અને ઓટોમેટિક ટ્રેન ઓપરેશનની સુવિધા હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular