હાલારમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘણી વધુ થઈ ગઇ છે. પરંતુ આ સ્થિતિમાં હાલારમાં વધુ ત્રણ દર્દીના ભોગ લેવાયા છે જે ગંભીર બાબત છે તેમજ જામનગર શહેરમાં 24 કલાકમાં 95 પોઝિટિવ કેસ સામે 352 સાજા થયા જ્યારે ગ્રામ્યમાં 21 પોઝિટિવ કેસ સામે 88 દર્દી તથા દ્વારકામાં 16 પોઝિટિવ કેસની સામે 34 દર્દી સ્વસ્થ થયા હતાં. આમ હાલારમાં 24 કલાક દરમિયાન 132 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 474 દર્દીઓ સાજા થયા હતાં અને 3 દર્દીઓના મોત નિપજ્યા હતાં.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ધીમે ધીમે ઘટતું જાય છે અને તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. આ સારી સ્થિતિ વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 132 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 474 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તેમજ જામનગર શહેરમાં મંગળવારે 95 દર્દીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 352 દર્દી સાજા થયા હતાં. તેમજ એક દર્દીનું મોત નિપજ્યું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે 21 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 88 દર્દી સ્વસ્થ થયા હતાં અને એક દર્દીનું મોત નિપજ્યું હતું.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે કરવામાં આવેલા કુલ 1,414 કોરોના ટેસ્ટ દરમિયાન દ્વારકાના 10, ખંભાળિયાના 4 તથા કલ્યાણપુર અને ભાણવડના એક-એક મળી, કુલ 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે ખંભાળિયાના 12, દ્વારકાના 11, કલ્યાણપુરના 9 અને ભાણવડના 2 મળી, કુલ 34 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમિત દ્વારકાના એક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.