Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો હસ્તકના ફલડ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

જામ્યુકો હસ્તકના ફલડ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ : ભારે વરસાદની પરિસ્થિતિમાં ફલડ કંટ્રોલ રૂમ પરથી માહિતી મળી શકશે

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત હાલાર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગામી 24 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના અધ્યક્ષસ્થાને તાકિદની મિટિંગ યોજાઇ હતી. જેમાં વોર્ડવાઇઝ લાઇઝન ઓફિસરને આશ્ર્ચર્યસ્થાનોની વ્યવસ્થા કરવા તેમજ ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ રાખવા જરુરી સૂચના આપવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ ઘર વપરાશની જીવનજરુરી ચીજવસ્તુઓનો પુરતો જથ્થો રાખવા અને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ ફલડ કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરાયા છે. જેના પરથી રાઉન્ડ ધ કલોક માહિતી મળી શકશે.

- Advertisement -

હવામાન વિભાગ ધ્વારા જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આગામી તા.1રથી તા.1પ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય, તા.11ના રોજ ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં કમિશ્નરવિજયકુમાર ખરાડીના અધ્યક્ષ્ા સ્થાને તાકીદની મીટીંગ બોલાવવામાં આવી હતી. તેમાં વોર્ડવાઈઝ લાયઝન ઓફીસરને ભારે વરસાદની સ્થિતિમાં તરત જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ન ભરાય જરૂર પડયે તરત જ સ્થળતાંર કરાવી શકાય તે માટે આશ્રય સ્થાનો પર જરૂરી સુવિધા રાખવા અને ફુડપેકેટ વિતરણ પણ સુચારૂરૂપે થઈ શકે તે માટે સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા કરવા સુચન કરેલ છે આ મીટીંગમાં નાયબ કમિશ્નરએ. કે. વસ્તાણી, ચીફ ફાયર એાફીસર કે. કે. બીશ્નોઈ તથા સીટી એન્જિનીયર બી. એન. જાની સહિત ફલડ કંટ્રોલ કામગીરીમાં વોર્ડવાઈઝ લાયઝન ઓફીસર તેમજ શીફટ વાઈઝ નોડલ ઓફીસર ઉપસ્થિત રહ્યા હતાં.

આથી આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના હોય અને હાલે ફીડીંગ કેનાલ રંગમતી નદી તેમજ રણજીતસાગર ડેમમાં પણ ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય, જે ધ્યાને રાખીને જામનગર શહેરના નીચાણવાળા તથા નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને જામનગર મહાનગરપાલિકા ધ્વારા સૂચના આપવામાં આવે ત્યારે નજીકમાં આવેલ આશ્રય સ્થાનમાં સ્થળાંતર થઈ જવા અને ઘરવપરાશની જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે, અનાજ, કરીયાણું, શાકભાજીનો પુરતો જથ્થો તથા કિંમતી સરસામાન સલામત જગ્યાએ રાખવા તથા નદીના પટમા અવર-જવર ના કરવા પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

વોર્ડવાઈઝ નીચાણવાળા વિસ્તાર તથા આશ્રય સ્થાનની વિગતો જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com વેબસાઈટ પર પણ મુક્વામાં આવેલ છે તેમજ જામનગર મહાનગરપાલિકા હસ્તકના ફલડ કંટ્રોલ રૂમના 0288-2770515 (ફલડ કંટ્રોલ રૂમ), 0ર88-ર67રર08 (ફાયર કંટ્રોલ રૂમ) તેમજ ફલડ કંટ્રોલ રૂમના મો. નં. 90998 ર4101 તથા 90991 1ર101 ઉપરથી પણ રાઉન્ડ ધ કલોક માહિતી મળી શકશે. ભારે વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિએ ફલડ કંટ્રોલ રૂમના નંબરનો સંપર્ક કરવા જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular