Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબાઈક રેસીંગ સમયે ટ્રક સાથે અથડાતા યુવાનની હાલત ગંભીર

બાઈક રેસીંગ સમયે ટ્રક સાથે અથડાતા યુવાનની હાલત ગંભીર

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં મુખ્ય ધોરીમાર્ગો પર વાહનોની રેસ લગાવવાનો બાઈકસવારોમાં જબરો શોખ છે. પરંતુ આ શોખ કયારેક ભારે પણ પડી જાય છે આવી જ એક ઘટનામાં જામનગરના ફલ્લા ટોલનાકા પાસે બાઈક રેસીંગ સમયે બાઈક ટ્રક સાથે અથડાતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ટોલનાકા પાસે ગત રાત્રિના સમયે યુવાનો બાઈક રેસ લગાવી રહ્યા હતાં અને આ રેસ દરમિયાન બેડેશ્ર્વરમાં રહેતાં સદામ ઈકબાલ સંઘાર (ઉર્ફે ફરીદ રેસર) નામનો યુવાનની બાઈક આઈસર ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર સદામને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની હાલત ગંભીર હોવાનું તબીબો સૂત્રો દ્વારા જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular