ગુજરાતમાં નવી વરાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમારી સરકાર પહેલા દિવસથી જ નેક અને સાફ નીતિની જેમ કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સબ સમાજ કો લેકે સાથ હૈ આગે જાના. કુદરતી આફતો હોય કે કોરોના મહામારી દરેક જગ્યાએ લોકોની સાથે રહેવું અમારૂ ધ્યેય છે. ગુજરાત વેક્સિનેશનમાં પણ હાલમાં દેશમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં 9.46 કરોડ વેક્સિનના ડોઝ આપવામા આવ્યાં છે.અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યાના પહેલા જ દિવસથી જ લોક પ્રશ્ર્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા મુકી દીધાં છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એવા સંસ્કારો મળ્યાં છે કે સત્તાએ ભોગવટાનું નહીં પણ સેવાનું માધ્યમ બની છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજે અમારી સફળતાનો શ્રેય હું જનતાના ચરણોમાં ધરવા માંગું છું. અમે વડાપ્રધાનના દિશાનિર્દેશમાં ગુડગવર્નન્સના સુશાસનની પરિભાષા અંકિત કરી છે.