Saturday, September 14, 2024
Homeરાજ્યગુજરાતમહાપાલિકાઓમાં બજેટની મુદ્ત બે માસ વધારાઇ

મહાપાલિકાઓમાં બજેટની મુદ્ત બે માસ વધારાઇ

હવે નવી બોડી જ મંજૂર કરશે બજેટ, સરકારે જારી કરી અધિસૂચના

- Advertisement -

ગુજરાતમાં રાજકોટ,જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની રવિવાર તા.21ના ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ કાયદાની જોગવાઈ મૂજબ મહાનગર પાલિકાઓમાં તા.19 ફેબ્રુઆરી સુધીમાં બજેટ મંજુર કરવું ફરજીયાત હતું જે અન્વયે હવે આ મુદત વધારાઈ છે અને નવા ચૂંટાઈને આવનારા શાસકો જ બજેટને મંજુરી આપશે. રાજકોટ સહિત તમામ મહાનગરોના મ્યુનિ.કમિશનરો દ્વારા બજેટની તૈયારી કરી લેવાઈ છે અને વહીવટદાર તરીકે તેઓએ તે મંજુર કરવું કે નહીં તે માટે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. આજે મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે આ બજેટ અમે મંજુર નહીં કરીએ પણ નવી બોડી ચૂંટાઈને સત્તા સંભાળશે અને સ્થાયી સમિતિની રચના થશે તેમાં બજેટ દરખાસ્તો રાબેતામૂજબ મુકવામાં આવશે. આ દરમિયાન કોઈ ઈમરજન્સી ખર્ચ મંજુરીની જરૂર હશે તે કામગીરી કરવામાં આવશે. આમ, તમામ મહાનગરોમાં ચૂંટાઈને આવનારા શાસકોનું પહેલું જ કામ બજેટ ઘડતરનું રહેશે અને તેમાં તેઓ ચૂંટણી ટાણે આપેલા વાયદાઓ પૂરા કરી શકે છે.

- Advertisement -

જો કે મહાનગરોમાં રાજ્ય સરકારે અગાઉ જકાત નાબુદ કર્યા પછી હવે મનપાના બજેટો પણ સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટ, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડની ગ્રાન્ટ તથા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આધારિત જ થઈ ગયા છે. અગાઉ મોટાભાગની જિલ્લા પંચાયતોમાં તો કોંગ્રેસની સત્તા આવ્યા બાદ ખર્ચ મંજુરીની સત્તામાં જ રાજ્ય સરકારે કાપ મુકી દીધો હતો. જો કે મહાનગરપાલિકામાં હજુ પણ ખર્ચ મંજુરીની સવિશેષ અને અનેકવિધ સત્તાઓ રહેલી છે જેમાં મુખ્ય સત્તા હાઉસટેક્સ અને પાણીચાર્જ નક્કી કરવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular