આસામમાં પૂરથી 20 જિલ્લાના લગભગ 2 લાખ લોકો પ્રભાવિત થયા છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ અને રેલમાર્ગ પણ તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો આસામના પૂરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. પુરના અનેક વિડીઓ પણ સામે આવ્યા છે. આવો જ વધુ એક વિડીઓ આવ્યો છે જેમાં ગણતરીની સેકેન્ડમાં એક પુલ ધરાશાઈ થાય છે. આયર્ન સ્ટ્રક્ચરથી બનેલો આ પુલ થોડી જ સેકન્ડોમાં સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે.આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે હોજાઈમાં 78,157 લોકો અને કચરમાં 51,357 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામમાં પુરના કારણે પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર જઈ રહ્યું છે.
#AssamFloods2022 #rain #khabargujarat
આસામમાં પુરનો પ્રકોપ
નદી પરનો પુલ ગણતરીની સેકેન્ડોમાં ધરાશાઈ pic.twitter.com/EUvOedFbBk
— Khabar Gujarat (@khabargujarat) May 18, 2022