Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાશ, મોસ્કો-ગોવા ફલાઇટમાંથી બોમ્બ ન મળ્યો

હાશ, મોસ્કો-ગોવા ફલાઇટમાંથી બોમ્બ ન મળ્યો

ગજૠની ટુકડીએ રાતભર ચકાસણી કર્યા બાદ ફલાઇટને ઉડાન માટે આપી લીલી ઝંડી : 12 વાગ્યે ગોવા જવા ટેક ઓફ થશે વિમાન : 236 યાત્રીઓ અને 8 ક્રુ મેમ્બરના જીવ ચોંટયા હતા તાળવે : જામનગર એરપોર્ટ પર રાતભર ચાલ્યો તપાસનો ધમધમાટ : ગોવા અઝજને ઇમેલ દ્વારા ફલાઇટમાં મળી હતી બોમ્બની ધમકી : જામનગર એરપોર્ટ પર કરાયું હતું ઇમરજન્સી લેન્ડીંગ

- Advertisement -

રશિયાના મોસ્કોથી ગોવા જતી આંતરરાષ્ટ્રિય ફલાઇટમાં બોમ્બ હોવાની અફવા માત્ર અફવા જ સાબિત થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. રાતભર દિલ્હીથી આવેલી એનએસજીની ટુકડીઓ તથા સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓની સઘન તપાસ બાદ વિમાનમાંથી બોમ્બ જેવું કશું જ નહીં મળતાં આખરે આજે સવારે ફલાઇટને ગોવા જવા ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું હતું. ગઇરાત્રે મોસ્કોથી ગોવા જઇ રહેલી ફલાઇટમાં બોમ્બ હોવાનો ઇમેલ ગોવા એર ટ્રાફિક કંટ્રોલરને મળ્યો હતો. મેલ મળતાં જ ગોવા એરપોર્ટ ઓથોરિટીએ તુરંત જ રશિયન ફલાઇટના પાઇલોટ તેમજ જુદી-જુદી એજન્સીઓને આ અંગે જાણ કરતાં જ સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું. વ્યૂહાત્મક દ્રષ્ટિએ સુવિધા સભર એવા જામનગર એરપોર્ટ પર આખરે આ પ્લેનના ઇમરજન્સી લેન્ડીંગનો નિર્ણય લેવામાં આવ્યા બાદ રાત્રે 10-45 વાગ્યે આસપાસ પ્લેન જામનગર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડ થતાં જ સૌ પ્રથમ પ્લેનમાં રહેલાં 236 મુસાફરો અને 8 ક્રુ મેમ્બરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક ચકાસણી શરૂ કર્યા બાદ મોડી રાત્રે દિલ્હીથી આવેલી એનએસજીની ટુકડીઓએ અદ્યતન ઉપકરણો સાથે સમગ્ર વિમાનની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી હતી. આ પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલી હતી. ચકાસણી દરમ્યાન બોમ્બ જેવું કશું જ નહીં મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એક સમયે બોમ્બની ચેતવણીને પગલે વિમાનમાં રહેલાં 244 યાત્રિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

- Advertisement -

9 જાન્યુઆરીએ રાતે મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બોમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનએસજીની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને હવે સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

રશિયાના મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ફલાઈટનું જામનગર એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કો-ગોવા ફ્લાઇટનું રાત્રે લગભગ 9.49 કલાકે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ અંગે વહેતા થયેલા આ વાવડને પગલે સમગ્ર વિશ્વની નજર જામનગર પર અટકી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા આખી રાત ફ્લાઈટમાં અને મુસાફરોના સમાનનું ચેકીંગ હાથ ધરાયુ હતુ.

- Advertisement -

આ દરમિયાન બોમ્બ કે કોઈ વાંધજનક વસ્તુ ન મળતા તંત્ર સાથે મુસાફરો અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે મોસ્કોથી ગોવા જઇ રહેલી ફ્લાઈટમાં બોમ્બ અંગે ગોવા એટીસીને ઇ-મેલ મળ્યો હતો. આ ઘટનાને પગલે મુસાફરો અને લોકોના જીવ ઉચક થયા હતા. જેને પગલે તમામ વિભાગ એલર્ડ મોડમાં આવી ગયા હતા અને તાબડતોબ જામનગર એરપોર્ટ પર પ્લેન લેન્ડ કરવામાં આવ્યું હતું.અઝુર એર ફ્લાઇટ નંબર ઝેડએફ-2401નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

જેને લઈને બોમ્બ સ્કોડ, ઉપરાંત કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને 7 થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ એરપોર્ટ ખાતે દોડી ગયા હતા.તમામ મુસાફરો લેવા-મુકવા માટે 9 થી વધુ બસો એરપોર્ટ ખાતે તૈનાત રખાયા હતા. બીજી તરફ એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને કોઈ પણ વ્યક્તિના જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. ફ્લાઇટના લેન્ડિગ બાદ તેમાં તાબડતોડ ચેકીંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ડ કરવામાં આવેલી ફ્લાઈટમાં 236 પેસેન્જર્સ અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સ સવાર હતા.

- Advertisement -

જેમાં મોટા ભાગના પેસેન્જર્સ રશિયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. જે તમામને રાત્રે જ 11 વાગ્યાની આસપાસ સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી પણ હાથ ધરાઈ હોવાની જામનગર કલેકટરે માહિતી આપી હતી. મુસાફરોની રહેવા અને જમવાની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે 6 કલાક સુધી એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ આ મામલે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે વહેલી સવારે જણાવ્યા પ્રમાણે એનએસજી ટીમ દ્વારા ફલાઈટનું ચેકીંગ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાઈટમાંથી કોઇ પણ વાંધાનજક વસ્તુ કે બોમ્બ મળી આવ્યા ન હતા.

ત્યારબાદ એનએસજીની ટુકડી દ્વારા એરપોર્ટ પર પેસેન્જરના સામાનનું ચેકીંગ હાથ ધરાયુ હતું. એનએસજીના ક્લિયરન્સ બાદ જામનગર કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત અધિકારીઓના કાફલાએ પણ રાતભર અહીં તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ આ સવારે આ વિમાનને ઉડવા માટે લીલીઝંડી આપવામાં આવ્યા બાદ બપોરે 1ર વાગ્યે વિમાને મુસાફરો સાથે ગોવા જવા માટે ટેકઓફ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular