Wednesday, December 25, 2024
Homeરાજ્યભગત ખીજડિયાના લાપતા યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

ભગત ખીજડિયાના લાપતા યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

5 દિવસ ઘરેથી ચાલ્યા ગયા: પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ મેળવી કાર્યવાહી: લાલપુરમાં ઝેરી જીવડો કરડી જતા વૃધ્ધાનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતો યુવાન તેના ઘરેથી ચાલ્યા ગયા બાદ સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી મૃતદેહ સાંપડતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર ગામમાં રહેતા વૃધ્ધાનું ઝેરી જીવડો કરડી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પરસોતમભાઇ ગોવિંદભાઇ ફળદુ (ઉ.વ.47) નામના યુવાન ગત તા.10ના રોજ તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં સફળતા મળી ન હતી. દરમ્યાન રવિવારે બપોરના સમયે ભગત ખીજડિયાના વાડી વિસ્તારમાં આવેલી મોહનભાઇની વાડીના કૂવામાંથી પરસોતમભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં હે.કો. જી.આઇ.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતકના ભાઇ રતિલાલ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. તેના આધારે પોલીસે આગળની તપાસ આરંભી હતી.

બીજો બનાવ લાલપુર ગામમાં આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા તારાબા ખુમાનસિંહ જેઠવા (ઉ.વ.64) નામના વૃધ્ધા ગત તા.3ના રોજ સવારના સમયે તેના ઘરના ફળિયામાં કચરો ભરવા જતાં હતા તે દરમ્યાન કચરામાંથી કોઇ ઝેરી જીવડો કરડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું રવિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મહિપાલસિંહ દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. એન.પી.વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular