કાલાવડ તાલુકાના રવેશીયા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાં બાળકી પડી ગઇ હોવાની જાણના આધારે ફાયર ટીમ દ્વારા શોધખોળ બાદ મૃતદેહ મળી આવતાં પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના રણુજા રોડ પર આવેલા રવેશીયા ગામની સીમમાં સુરેશભાઇના ખેતરના કૂવામાં મંગળવારે ત્રણ વર્ષની બાળકી પડી ગઇ હોવાની જાણ થતાં ફાયર ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ એક દિવસની શોધખોળ બાદ આજે સવારે 90 ફૂટ ઉંડા કૂવામાંથી બાળકીનો મૃતદેહ સાંપડયો હતો. ફાયરની ટીમે મૃતદેહ પોલીસને સોંપી આપ્યા બાદ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.