Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના ખંઢેરાની સીમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

કાલાવડના ખંઢેરાની સીમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

નાકમાંથી ફીણ નિકળી ગયેલા અને મૃતદેહ પાસેથી ઝેરી દવાનું ડબલુ મળી આવ્યું : કાલાવડ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી

- Advertisement -

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલી ફુલઝર નદીના કાંઠેથી આશરે 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે નાકમાંથી સફેદ ફીણ નીકળી ગયેલ અને ઝેરી દવાની વાંસ આવતા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલી ફુલઝર નદીના કાંઠે યુવાનનો મૃતદેહ નઝરે પડતા કરશનભાઇ ટમારીયા નામના રબારી યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે સ્થળ પરથી આશરે ત્રીસ વર્ષની ઉમર ધરાવતા નાકમાંથી સફેદ ફીણ નિકળી ગયેલા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરતા મૃતદેહની બાજુમાં જ પાકમાં છાંટવાની ઝેરી દવાની ડબલુ મળી આવ્યું હતું. તેમજ મૃતકે લાલ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ હતું. તેમજ મૃતકના જમણા હાથમાં કોણી અને કાંડાની વચ્ચે હિન્દીમાં દિપક ત્રોફાવેલ હતું. તેમજ જમણાં હાથના પોચા પર અંગે્રજીમાં ડીજે ત્રોફાવેલ યુવાન અંગે કોઇ પણ વ્યક્તિને માહિતી મળે તો કાલાવડ ગ્રામ્યના 02894223533 અથવા તો મો.6353169023 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular