Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યું 3,32,465 કરોડનું બજેટ :રાજ્યના 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત : નમો સરસ્વતી યોજના પણ જાહેર કરવામાં આવી, ખર્ચાશે 400 કરોડ રૂપિયા

- Advertisement -

ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ આજે બજેટ રજૂ કરવાની હૈટ્રિક કરી છે. ગુજરાત વિધાનસભામાં સતત ત્રીજી વખત તેમણે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કયુર્ર્ં હતું. બ્લેક કલરની બ્રિફકેસ સાથે નાણાંમંત્રી આજે સવારે વિધાનસભા પહોંચ્યા હતા. જયાં પ્રશ્ર્નોતરી બાદ તેમણે ગુજરાતનું વર્ષ 2024-25નું રૂા. 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બીજી તરફ કોંગ્રેસી નેતાઓએ બજેટ પહેલાં જ વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ ગેસ સિલિન્ડર અને મોંઘવારી મુદે બેનરો, પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા કુલ 18 વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. જે એક રેકોર્ડ છે. કેશુભાઇથી માંડીને નરેન્દ્ર મોદીના કાર્યકાળ સુધી વજુભાઇએ 18 બજેટ રજૂ કર્યા હતા. બજેટ રજૂ કરતાં પહેલાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ રોડ મેપના આધારે જ ગરીબ, યુવા, નારી શકિત અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઇઓ કરવામાં આવી છે. સરકારના પ્રવકતા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 1-2 નહીં પરંતુ રપ વર્ષનું વિઝન ધરાવતું બજેટ રજૂ કરવામાં આવી રહયું છે. વિધાનસભાના બજેટ સત્રમાં કુલ રપ બેઠકો યોજાશે. નાણાંમંત્રીએ ટેબલેટની મદદથી પેપરલેસ બજેટ રજુ કર્યુ હતું.

- Advertisement -

સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે.

આ વખતે બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની સાથે જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે. શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી.અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થી ઓને, ધોરણ-11માં 10 હજાર રૂપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular