Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રાષ્ટ્રપતિનું આગમન, બેખોફ વાહન ચલાવતા ચાલકો માટે આશીર્વાદરૂપ

જામનગરમાં રાષ્ટ્રપતિનું આગમન, બેખોફ વાહન ચલાવતા ચાલકો માટે આશીર્વાદરૂપ

શહેરમાંથી દુર કરાયેલા સ્પીડબ્રેકરો ફરી ક્યારે બનાવશે ?? : સતત તોળાતો અકસ્માતનો ભય

- Advertisement -

જામનગરમાં રાષ્ટ્રપતિના આગમન સમયે મુખ્યમાર્ગો પરથી દૂર કરવામાં આવેલાં સ્પીડબ્રેકર (ગતિ અવરોધક) ફરી બનાવવામાં જામ્યુકોને તંત્રની લાપરવાહીને કારણે આ માર્ગો પર વાહનોની ગતિ પરનો અંકુશ દુર થયો છે. જેને કારણે નિરકુંશ રીતે દોડતાં વાહનોને કારણે અકસ્માતનો ખતરો વધી ગયો છે. ખાસ કરીને રાહદારીઓ અને નાના વાહન ચાલકો પર કાર સહિતના અન્ય વાહનોની ગતિનો ખતરો મંડરાવા લાગ્યો છે. આ માર્ગો પર સ્પીડબ્રેકરના અભાવે કોઇ ગંભીર અકસ્માત સર્જાઇ તે પહેલાં જામ્યુકોનું તંત્ર જે જગ્યાએથી સ્પીડબ્રેકર દૂર કરવામાં આવ્યા છે ત્યાં તેને ફરીથી પ્રસ્થાપિત કરે તે જરૂરી બની ગયું છે. જયારે પણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી જેવા મહાનુભાવો શહેરની મુલાકાતે આવે છે ત્યારે રાતોરાત તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરી પોતાની ચુસ્તી દેખાડે છે. પરંતુ મહાનુભાવોની વિદાય બાદ તંત્રની ચુસ્તી સુસ્તીમાં પલટાઇ જાય છે.

- Advertisement -

જામનગરના મુખ્ય રાજમાર્ગો પર અવારનવાર કાર અને બાઈક સવારો તેમના વાહનો પુરઝડપે બેફિકરાઈથી પસાર થતા હોય છે અને આવા વાહન ચાલકોને કારણે સામાન્ય લોકો અકસ્માતનો ભોગ બને છે. શહેરના અમુક વિસ્તારોમાંથી આવા વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ વ્યાપક ફરિયાદો કરવામાં આવે છે અને હાલમાંજ દેશના રાષ્ટ્રપતિના જામનગરમાં આગમન પૂર્વે એરપોર્ટથી શરુસેક્શન સુધીના રોડ ઉપરના સ્પીડબ્રેકર દુર કરી દેવામાં આવ્યા છે જેના કારણે બેફામ વાહન ચલાવતા લોકો વધુ બેફામ બની ગયા છે. જામનગરમાં રાષ્ટ્રપતિનું આગમન બેખોફ વાહન ચલાવતા ચાલકો માટે આશીર્વાદરૂપ બની ગયું છે !!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular