Friday, January 24, 2025
Homeરાજ્યહાલારપોલીસ સ્ટેશનના કેસમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોલીસ સ્ટેશનના કેસમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય લાલપુર પોલીસે ખાયડી ગામના પાટિયા પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના કેસનો આરોપી જુગલ ઉર્ફે જીગર સરમણ મોરી નામનો શખ્સ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય આ દરમ્યાન હાલમાં ખાયડી ગામના પાટિયા પાસે ઉભો હોવાની લાલપુર પોલીસ સ્ટેશનના પો.કો. જયપાલસિંહ જાડેજા તથા સોમાભાઇ મોરીને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલા તથા ર્સકલ પીઆઇ પીએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા બાતમી વાળા સ્થળેથી જુગલ ઉર્ફે જીગર સરમણ મોરી નામના શખસને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular