જામનગરના પંચકોશી બી ડીવીઝનના વિસ્તારમાં બનેલા તરૂણીના અપહરણ અને દુષ્કર્મના બનાવમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે નાઘેડીમાં રહેતાં શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના બનાવમાં હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. શિવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ અને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈની સૂચનાથી હેઠળ પીઆઈ એમ.આર. રાઠવાની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે નાઘેડીમાં રહેતાં રાહુલ જેઠા સાગઠિયા નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.